ચોમાસામાં લીલા શાકભાજીમાં જીવાતનો ડર રહે છે.
શાકભાજી સાફ કરતા પહેલા દરેક પાનને ધ્યાનથી તપાસીને જીવાત દૂર કરો.
શાકભાજીને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે પાનને તેના દાંડાથી અલગ કરો.
એક મોટા વાસણમાં ગરમ પાણી અને થોડું મીઠું ઉમેરી તેમાં શાકભાજી પલાળો.
મીઠાવાળા પાણીમાં પાનને 10થી 15 મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ શાકભાજીને ચોખ્ખા વહેતા પાણીથી બરાબર ધોઈ લો.
પાણીમાં એક ચમચી હળદર અથવા વિનેગર ઉમેરવાથી જંતુઓનો નાશ થાય છે.
ધોયેલા શાકભાજીને કોરા કપડા કે સ્ટ્રેનરની મદદથી સંપૂર્ણપણે સૂકવી લો.
સાફ કરેલા શાકભાજીને હવાચુસ્ત ડબ્બામાં અથવા કોટનની થેલીમાં ફ્રીજમાં સ્ટોર કરો.