અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં ખીલી કોમી એકતા


અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાના ઉપલક્ષમાં ઝોન-3 પોલીસ દ્વારા ખાસ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ઝોન-૩ વિસ્તારની વિવિધ શાળાઓના ધોરણ 6 થી 8 ના કુલ 47 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બાળકોએ 'રથયાત્રા એટલે કોમી એકતાનો રથ' અને 'અમદાવાદનું ભાવભીનું સ્વાગત' જેવી સુંદર થીમ પર પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી.

સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં ભગવાન શ્રી જગન્નાથજી પ્રત્યે આસ્થા, કોમી એકતા અને સાંસ્કૃતિક વારસાની સમજ વિકસાવવાનો હતો.

સ્પર્ધાના અંતે વિજેતાઓમાં એક હિન્દુ અને 2 મુસ્લિમ વિદ્યાર્થીઓનો સમાવેશ થતા કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ સાર્થક થયો હતો.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home