રાજ્યમાં ખાદ્ય ખોરાકમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. 

હવે જામનગરમાં કેરીનાં રસમાંથી વંદો મળ્યા હોવાનો ગ્રાહક દ્વારા દાવો કરાયો છે. 

ગ્રાહકે ચેતના રેસ્ટોરન્ટમાં કેરીનો રસ મંગાવ્યો હતો, જેમાં વંદો નીકળ્યો હોવાનો દાવો કરાયો છે. 

ગ્રાહકનાં કહ્યા મુજબ, આ અંગે જ્યારે વેઇટરને જણાવ્યું તો કોઈ જવાબ આપ્યો નહોતો.

જ્યારે આ મામલે રેસ્ટોરન્ટ ધારકે ગ્રાહકને ઉડાઉ જવાબ પણ આપ્યો હોવાના પણ આરોપ છે. 

ગ્રાહકે ફોટા-વીડિયો બનાવી રોસ્ટોરન્ટ તંત્રની બેદરકારીનો ખુલાસો કર્યો હતો. 

ગ્રાહકે આ ઘટના અંગે કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગને પણ જાણ કરી હોવાની માહિતી છે. 

રોસ્ટોરન્ટમાં એક થાળીનાં રૂ. 300 લેવાય છે પણ શુદ્ધ ભોજનની ગેરંટી નથી તેવા આક્ષેપ થયા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home