ડાંગ જિલ્લાનાં ભવાડી ગામનાં ઉપલા ફળિયામાં ગત રાતે હત્યા-આત્મહત્યાની ઘટના બની હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પારિવારિક ઝઘડામાં ઉશ્કેરાઈને પતિએ પત્ની શાંતાબેનની હત્યા કરી હતી.
પત્નીની હત્યા કર્યા બાદ પતિ સાધુરામે પણ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
આપઘાત પહેલા સાધુરામે દીકરીને કહ્યું હતું કે, 'મેં તારી માને મારી નાખેલ છે..!'
ઘરની થોડે દૂર ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં સાધુરામનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગામનાં સરપંચે આ અંગે જાણ કરતા પોલીસે હત્યા કે આત્મહત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક સાધુરામના સાઢુભાઈનું પણ રાત્રિ દરમિયાન આકસ્મિક રીતે મૃત્યું થતાં પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
પોલીસે સમગ્ર મામલે ઝણવટભરી તપાસ હાથ ધરી છે. સાચી હકીકત શું છે તે સંપૂર્ણ તપાસ બાદ માલૂમ થશે.