જીવલેણ ઝેરી છોડ...સાપ કરતા પણ ખતરનાક છે જીમ્પાઈ જીમ્પાઈનું ઝેર
દુનિયાનો સૌથી ખતરનાક છોડ છે જીમ્પાઈ જીમ્પાઈ. આ છોડ અત્યંત ઝેરી છે.
આ છોડના પાંદડામાં નાના કાંટા હોય છે. આ કાંટાઓમાં 'ન્યુરોટોક્સિન' નામનું ઝેર હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ તેને સ્પર્શ કરે છે, ત્યારે આ કાંટા તેની ત્વચામાં ઘૂસી જાય છે અને શરીરમાં ઝેર છોડે છે.
જીમ્પાઈ જીમ્પાઈ છોડ દેખાવમાં એકદમ સામાન્ય લાગે છે, પણ તેનું ઝેર સાપ કરતા પણ ખતરનાક છે.
આ છોડના પાંદડાના સ્પર્શમાત્રથી જ ઝેર ચઢી જાય છે અને અસહ્ય પીડા પણ થાય છે.
ઓસ્ટ્રેલિયામાં વધુ પ્રમાણમાં જોવા મળતો જીમ્પાઈ જીમ્પાઈ હવે ઈન્ડોનેશિયા અને મોલુકાસમાં પણ જોવા મળ્યો છે.
આ ઝેર સીધુ જ ચેતાતંત્રને અસર કરે છે, કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.