ભારતીયોની ઊંચાઈ ઘટવાનું કારણ શું છે ?
ગ્લોબલ હાઇટ સ્ટડી (1985-2019) મુજબ ભારતીયોની ઊંચાઈ અપેક્ષા મુજબ વધી નથી રહી.
સ્વાસ્થ્ય સરવેનુસાર 15-25 વર્ષના પુરુષોની ઊંચાઈમાં 0.86 સેમીનો ઘટાડો થયો છે.
15-25 વર્ષની યુવતીઓમાં 0.12 સેમીની હાઈટ ઘટી હોવાનું સામે આવ્યું છે.
JNU ના સંશોધનમાં પુરુષોની ઊંચાઈમાં 1 સેમી જેટલો ઘટાડો નોંધાયો છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરવે મુજબ કુપોષણનું કારણ મુખ્ય છે.
2019માં પ્રકાશિત થયેલા લેન્સેટ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 19 વર્ષની ઉંમરે સૌથી ઊંચા પુરુષો નેધરલેન્ડના હતા.
નેધરલેન્ડના પુરૂષોની ઊંચાઈ 183.8 સેમી (6 ફૂટ) જેટલી હતી.
પેટના રોગો અને આધુનિક જીવનશૈલી બાળકોની ઊંચાઈના દુશ્મન છે.
સંતુલિત આહારના અભાવે પણ બાળકોની ઊંચાઈનો વિકાસ અટકાય જાય છે.
જીવનશૈલી, પોષણ અને પર્યાવરણ પણ પાછલી પેઢીની સરખામણીએ નવી પેઢીની સરેરાશ ઊંચાઈ ઓછી રહેવા માટે જવાબદાર છે!
વધુ પડતો સ્ક્રીન સમય અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ બાળકોના વિકાસને ધીમો પાડી રહ્યા છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાનું નબળું પોષણ, બાળકને વારંવાર ચેપ, પેટ-આંતરડાના રોગો, પ્રદૂષણ પણ હોર્મોનલ સંતુલન અને હાડકાના વિકાસને અસર કરે છે.