"ધુરંધર: ધ રીવેન્જ" ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ફસાઈ ગઈ છે
શીખ સમુદાયે રણવીરસિંહના એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે
દાવો છે કે આ ફિલ્મ શીખ સમુદાયની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે
ફિલ્મના એક સીનમાં રણવીરને શીખના રોલમાં ધુમ્રપાન કરતો બતાવવામાં આવ્યો છે
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શીખ સમુદાય તમાકુ કે, ધુમ્રપાનનું સેવન કરતો નથી.
મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર્તા વિકી થોમસ સિંહે CBFC અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કાનૂની નોટિસ દાખલ કરી છે
આ વાંધાજનક અને ધાર્મિક રીતે અસંવેદનશીલ સામગ્રીને તાત્કાલિક દૂર કરવાની માગ કરવામાં આવી છે
રણવીરસિંહ અભિનિત "ધુરંધર: ધ રીવેન્જ" 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.