અભિષેક અને ઈશા વચ્ચે ફરી શરૂ થયો પ્રેમ?
ટીવી શો થી આવ્યા હતા એકબીજાની નજીક, શો દરમિયાન જ થયું હતું બ્રેકઅપ
બ્રેકઅપ બાદ બંને Bigg Boss 17 માં જોવા મળ્યા હતા. જ્યા ફરી ખૂબ ઝઘડો જોવા મળ્યો.
This browser does not support the video element.
પણ હવે સમય બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. બંને 'ની તુ બાર બાર' મ્યુઝિક વીડિયો માટે સાથે આવ્યા છે. તેનું ટીઝર ચાહકોમાં વાયરલ થયું છે.
આ રોમેન્ટિક ગીતમાં પણ બંને વચ્ચે પ્રેમ અને ઝઘડો જોઇ શકાય છે. ગીતમાં બંને અલગ થયા પછી પણ બતાવવામાં આવ્યા છે.
ઈશા આ વીડિયોમાં દુલ્હનના પોશાકમાં ઉદાસ જોવા મળી રહી છે. એવું લાગે છે કે તે અભિષેક સાથે બ્રેકઅપને કારણે દુઃખી છે.
અભિષેક-ઈશાનું આ ગીત 5 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. જેની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
ગીતમાં અભિષેક-ઈશાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.