સી ફૂડને આરોગ્યપ્રદ ખોરાકમાંનો એક ગણવામાં આવે છે
સીફૂડ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે
પોષક તત્ત્વોથી ભરપૂર સીફૂડમાં વિટામિન બી, બી-કોમ્પ્લેક્સ અને વિટામિન એ જેવા વિટામિન હોય છે
આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ કે સી ફૂડ ખાનારા લોકો લાંબુ જીવે છે કે નહીં.
મળતી માહિતી અનુસાર, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો સીફૂડ ખાય છે તેઓમાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે.
સી ફૂડમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, આયૌડિન, સેલેનિયમ અને અન્ય પોષક તત્વો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ઉપરાંત, દરિયાઈ ખોરાક આપણા મગજ, હૃદયના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે.