જામનગરની રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અંબાણીના 31મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

અનંત અંબાણીના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને દર્શાવવા માટે આકાશમાં ડ્રોન દ્વારા હાથી અને અન્ય પ્રાણીઓની વિશાળ આકૃતિઓ તૈયાર કરાઈ હતી.

ડ્રોન શો દરમિયાન રિલાયન્સ ગૃપના સ્થાપક ધીરુભાઈ અંબાણીની વિશાળ આકૃતિ આકાશમાં કંડારવામાં આવી હતી.

શોમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યોના ચહેરાઓ પણ ડ્રોન દ્વારા આબેહૂબ રીતે આકાશમાં બનાવવામાં આવ્યા હતા.

ઉજવણીમાં ભક્તિનો રંગ પણ જોવા મળ્યો. આકાશમાં ડ્રોન દ્વારા ‘જયશ્રી રામ’ અને ‘ભગવાન ગણેશ’ની ભવ્ય આકૃતિઓ રચીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સુંદર જોડીને પણ આકાશી તારાઓની જેમ ડ્રોન દ્વારા તેજસ્વી રીતે રજૂ કરવામાં આવી હતી.

આ ખાસ પ્રસંગે શાહરૂખ ખાન, રણવીર સિંહ, વરૂણ ધવન અને અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઝ જામનગર મહેમાન બન્યા હતા.

ટેકનોલોજી અને લાગણીઓના સંગમ સમાન આ ડ્રોન શો જામનગરના ઈતિહાસમાં સૌથી મોટા અને યાદગાર કાર્યક્રમ તરીકે નોંધાયો છે.

સાવધાન! તમારી એક ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે! જાણો હેકિંગના 11 સંકેતો

તમન્ના ભાટિયાનો સિક્વન્સ આઉટફિટ્સ પ્રત્યેનો અનોખો પ્રેમ: જુઓ 7 શાનદાર લુક્સ

Speed up smartphone: સ્લો સ્માર્ટફોનથી પરેશાન છો?, આ રહ્યો કાયમી ઉકેલ

Gujaratfirst.com Home