ચહેરાની સંવેદનશીલ ત્વચા માટે ગુણકારી છે આ ઓર્ગેનિક લેપ
આ ઓર્ગેનિક લેપને ઘરે જ બનાવી શકાય છે
મુલતાની માટી, ચોખાનો લોટ અને કાચા દૂધમાંથી બનતો આ લેપ છે અત્યંત ગણકારી
મુલતાની માટી ત્વચાને સાફ કરે છે અને ખીલને દૂર કરે છે
ચોખાના લોટમાં રહેલા વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટથી ત્વચા નિખરી ઉઠે છે
કાચા દૂધના પોષકતત્વોના નિયમિત ઉપયોગથી ત્વચા ચમકદાર બને છે
હવામાનમાં થતા ફેરફારને લીધે રુક્ષ થતી ત્વચા આ લેપના ઉપયોગથી મુલાયમ અને ચમકદાર બને છે