દુબઈનાં રાજવી પરિવારના સભ્યો આજે ગુજરાતનાં જામનગરની મુલાકાતે આવ્યા છે.
જામનગરમાં દુબઈનાં રાજવી પરિવારના સભ્યો રિલાયન્સ ગ્રૂપનાં અંબાણી પરિવારના મહેબાન બન્યા છે.
જામનગરનાં એરપોર્ટ પર દુબઈનાં રાજવી પરિવારનાં સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વાજતે-ગાજતે ભારતીય સંસ્કૃતિ મુજબ જામનગર એરપોર્ટ પર સ્વાગત કરાયું.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને લક્ઝરી કારનાં કાફલા સાથે એરપોર્ટથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જવા રવાના થયા છે.
જામનગરની મુલાકાત દરમિયાન દુબઈનાં રાજવી પરિવારના સભ્યો વનતારાની (સ્ટાર ઓફ ફોરેસ્ટ) મુલાકાત લઈ શકે છે.
દુબઈનાં રાજવી પરિવારના સભ્યોમાં માજિદ અહેમદ જુમા અબ્દુલ્લા અલમરઝૂકી, હમ્મદ ઇબ્રાહિમ અહમદ ઇબ્રાહિમ સામેલ છે.
સઈદ હિલાલ સાલેમ બિન તરફ અલ-મન્સોરી, મસૂદ ઈબ્રાહીમ અહેમદ ઈબ્રાહીમ અલહમદ, હિલાલ સઈદ હિલાલ બિન તાહિર અલ-મન્સૂરી પણ છે.
ઉપરાંત, સમદ અહેમદ સઈદ અલ માત્રોશી અને સૈયદ મોહમ્મદ સલીમ અલ સુવૈદી પણ જામનગર આવ્યા છે.