Money Plant : મની પ્લાન્ટના પાન કાળા પડી જાય છે ? આ ટીપ્સ અપનાવો
જો તમારા ઘરના મની પ્લાન્ટના પાંદડા કાળા પડી રહ્યા છે, તો તે એક સંકેત છે કે છોડ જલદી સુકાઈ શકે છે.
છોડને કૂંડામાંથી કાઢીને છોડના મૂળનું નિરીક્ષણ કરો. જો મૂળ સુકાઈ ગયા હોય તો તેને કાપી નાખી ફરી ઉગાડો.
જ્યારે માટી સુકાઈ જાય ત્યારે જ છોડમાં પાણી આપો. નહીંતર વધારે પાણી ભરવાથી છોડના મૂળ બળી જશે.
ધૂળ અને જંતુઓ દૂર કરવા માટે ભીના કપડાથી પાંદડા સાફ કરો. જો જીવાતો હોય, તો લીમડાના તેલનો છંટકાવ કરો.
ખાતરનો યોગ્ય ઉપયોગ કરો. વધુ પડતું ખાતર ન આપો. દર 4-6 અઠવાડિયામાં જરુરિયાત અનુસાર ખાતર ઉમેરો.
આ પગલાં અપનાવવાથી મની પ્લાન્ટ ઝડપથી સ્વસ્થ બનશે અને નવા પાંદડા લીલા અને ચમકદાર દેખાવા લાગશે.