ઈલેક્ટ્રીક કીટલી સાફ કરવા માટે આ ટ્રિક અપનાવી જુઓ.

સૌ પ્રથમ, કીટલીમાં પૂરતું પાણી ભરો જેથી અંદરના ડાઘ સંપૂર્ણપણે ઢંકાઈ જાય. હવે પાણી ઉકાળો.

કીટલી બંધ કર્યા પછી ગરમ પાણીમાં 1 થી 2 ચમચી સાઇટ્રિક એસિડ પાઉડર ઉમેરો અને કીટલી ધીમેથી ફેરવો.

જીદ્દી ડાઘ સામે એસિડ પ્રતિક્રિયા આપે છે, જેથી તેમા નાના નાના પરપોટા બનશે.

કીટલીને 20 મિનિટ સુધી એમ જ રહેવા દો, થોડા સમય પછી પાણી કાઢી લો.

તમે જોશો કે કીટલી અંદરથી સંપૂર્ણપણે સાફ થઈ જશે.

હવે કીટલીને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.

આ પછી, એક કે બે વાર પાણીથી ભરેલી કીટલી ઉકાળો અને પછી પાણી ફેંકી દો.

કીટલીને સાફ કરતી વખતે તેને અનપ્લગ કરીને જ કરવું.

આ પ્રક્રિયાથી તમારી ઈલેક્ટ્રીક કીટલી ફરીથી નવા જેવી થઈ જશે.

શેરડીનો રસ પીવાના મેજિકલ ફાયદા, જાણો

IAS બનવા માટે IPS ની ટ્રેનિંગ છોડનાર વિપુલ ચૌધરીને જાણો

Ahaan Pandey: બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હેન્સમ લાગ્યો સૈયારાનો ‘ક્રિશ કપૂર’

Gujaratfirst.com Home