બોલિવુડ અભિનેતા વિકી કૌશલની પાંચ એવી ફિલ્મ કે જેને બોક્સ ઓફિસ ગજવ્યું છે

વર્ષ 2019માં આવેલી વોર એક્શન ફિલ્મ 'ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક' આદિત્ય ધર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી, જે 2016માં ઉરી હૂમલાની ઘટના પર આધારિત છે 

ભારતમાં 'ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક' ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 245.36 કરોડ હતું, જ્યારે વિશ્વભરમાં રૂપિયા 342.06 કરોડની કમાણી કરી હતી

રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત વર્ષ 2023માં આવેલી ફિલ્મ 'ડંકી'માં શાહરુખ ખાન, તાપસી પન્નુ અને વિકી કૌશલ લીડ રોલમાં છે 

'ડંકી' ફિલ્મે ભારતમાં 212.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે વિશ્વભરમાં ફિલ્મે રૂપિયા 470.6 કરોડનો આંકડો પાર કર્યો હતો

વર્ષ 2023માં આવેલી 'સૈમ બહાદુર' ફિલ્મ મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત હતી, જે બાયોગ્રાફીકલ વોર ડ્રામા પર આધારિત ફિલ્મ હતી 

'સૈમ બહાદુર' ફિલ્મમાં વિકી કૌશલે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ 'સૈમ માણેકશો'નો રોલ ભજવ્યો છે, આ ફિલ્મે ભારતમાં રૂપિયા 92.98 કરોડ અને વિશ્વભરમાં રૂપિયા 128.17 કરોડની કમાણી કરી હતી 

વર્ષ 2024માં આવેલી 'બેડ ન્યૂઝ' એક કોમેડી ફિલ્મ છે, જે આનંદ તિવારી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં હતા

'બેડ ન્યૂઝ' ફિલ્મે ભારતમાં 66.28 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 115.74 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

14 ફેબ્રુઆરી 2025ના રોજ રિલિઝ થયેલી ફિલ્મ 'છાવા' લક્ષ્મણ ઉત્તેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ છે, આ ઐતિહાસિક એપિક એક્શન ફિલ્મ મરાઠા કિંગ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત છે 

'છાવા' ફિલ્મે 2 જ દિવસમાં ભારતમાં 67.2 કરોડ અને વિશ્વભરમાં રૂપિયા 90 કરોડની કમાણી કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home