ગીર સોમનાથમાં ભારે વરસાદ, ગાંગડા ગામે 250 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ

ગીર સોમનાથના ગાંગડા ગામે ભારે વરસાદને કારણે રૂપેણ નદીનો પાળો તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા હતા.

વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે ગામના નવા પ્લોટ અને ઊંટવાળા રોડ વિસ્તારમાંથી 250 જેટલા લોકોનું ત્વરિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

મામલતદાર, પોલીસ અને SDRFની ટીમે રાત્રિના સમયે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

અસરગ્રસ્ત 115 જેટલા લોકો માટે પ્રાથમિક શાળા અને બાપાસિતારામ આશ્રમ ખાતે રહેવા, જમવા અને સુવાની સગવડ ઉભી કરવામાં આવી હતી.

તંત્રની સતર્કતા અને સમયસરના પગલાંના પરિણામે ગાંગડા ગામે કુદરતી આફત દરમિયાન કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

Jagannath Rath Yatra 2026: વિજ્ઞાન માટે કોયડો છે જગન્નાથ મંદિરના આ 7 રહસ્યો!

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Gujaratfirst.com Home