સફેદથી લઈને મલ્ટીગ્રેન સુધી, દરેક પ્રકારની બ્રેડમાં અલગ અલગ સ્વાસ્થ્ય લાભો હોય છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઘણી બ્રેડમાં ખાંડ અને રિફાઈન્ડ લોટ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
નિષ્ણાતો માને છે કે બધી બ્રાઉન બ્રેડ આરોગ્ય માટે સારી હોતી નથી.
મલ્ટિગ્રેન બ્રેડ
મલ્ટિગ્રેન બ્રેડને આરોગ્ય માટે સારી ગણવામાં આવે છે. નિષ્ણાતો કહે છે આમાં અનાજ હોય તે જરૂરી નથી
ઘણીવાર મલ્ટિગ્રેન બ્રેડમાં મેદો હોય છે, તેમાં કારામેલ, મોલાસીસ નાખેલા હોય છે. જે ખાંડનું જ એક સ્વરૂપ છે.
સફેદ બ્રેડ
સફેદ બ્રેડને આરોગ્યપ્રદ માનવામાં નથી આવતી. આ બ્રેડથી ઇન્સ્યુલિન પ્રતિકાર અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.
સફેદ બ્રેડ કેલેરી સિવાય શરીરને બીજું કઈ જ આપતી નથી.
અંકુરિત અનાજની બ્રેડ
આ બ્રેડને પણ હેલ્ધી ગણાય છે. આમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. વજન ઘટાડવા માટે સારો વિકલ્પ છે.