અમદાવાદમાં હવે દાદાગીરી કરી તો ગયા સમજો. પોલીસ તમને છોડશે નહીં.

અમદાવાદમાં અગાઉ આતંક મચાવનારા લુખ્ખા તત્વોની ટાંટિયાતોડ સર્વિસ કરતી શહેર પોલીસનો સિંઘમ અવતાર જોવા મળ્યો હતો. ચાર જેટલા શખ્સો લાકડી અને તલવારથી જ્યુસની લારી પર તોડફોડ કરી રહ્યા છે.. લારી ધારક અને સ્થાનિકો તેને અટકાવી રહ્યા છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારની ચતુરસિંહ ચાલી પાસેના છે. અહીં જ્યુસની લારી ધરાવતા બે ભાઈઓ સાથે દાદાગીરી બાદ તોડફોડ કરી હતી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લારીના માલિકે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હુમલાનો વીડિયો અને ફરિયાદના આધારે ચાર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે સલમાન ઉર્ફે કાલિયા અને અરબાન હુસૈન શેખ નામના બે આરોપીની ધરપકડ કરી છે. સોહેલ તેમજ અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. 

This browser does not support the video element.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગોમતીપુર વિસ્તારની ચતુરસિંહની ચાલી પાસે ફરિયાદી અને તેનો ભાઈ જ્યુસની લારી ચલાવે છે. ચાર આરોપીઓ જ્યુસની લારી પર આવ્યા. ફરિયાદી પાસેથી ઉછીના રૂપિયા માંગ્યા.

પોલીસના કહેવા મુજબ સલમાન ઉર્ફે કાલીયા પહેલીવાર સકંજામાં નથી આવ્યો. અગાઉ જેલની હવા ખાઈ ચૂક્યો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા સલમાન વિરુદ્ધ અગાઉ પણ આવા ગુના નોંધાયેલા છે.

સલમાન અને અરબાનની આ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે. તેમજ ફરાર બન્ને આરોપીને પકડવા ટીમ કામે લાગેલી છે..પરંતુ, ગુંડાતત્વોના આ વીડિયોએ ફરી પોલીસની સિંઘમ છાપ સામે સવાલ ઉભા કરી દીધા છે.

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home