ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો હતો.

રાજકુમાર જાટની મોતનાં પડઘા ગુજરાત, રાજસ્થાન અને રાજધાની દિલ્હી સુધી પડ્યા છે. 

મૃતક યુવકના સમાજ દ્વારા ઊગ્ર રોષ વ્યક્ત કરી પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ ઊઠી છે.

આ મામલે હવે ગ્રાન્ડમાસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજે સો. મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે આરોપ લગાવી કહ્યું કે, બંદૂકનાં જોરે રાજકુમારનું અપહરણ કરી તેને ટોર્ચર કરાયો હતો.

રાજકુમારનું અકસ્માતે મોત થયું કે પછી ષડયંત્ર રચાયું ? તે હાલ પણ એક ગંભીર સવાલ છે.

શિફૂજી શૌર્ય ભારદ્વાજે ગોંડલનાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું પણ નામ લીધું હતું.

તેમણે કહ્યું કે, જયરાજસિંહ અને તેમના પરિવારનું નામ કોઈ નથી લેતું. ગણેશ ગોંડલ સામે અગાઉ કેસ થઈ ચુક્યા છે.

શિફૂજીએ કહ્યું કે, ક્યાં સુધી આપણે બાહુબલી નેતાઓનો જુલમ સહીશું ? 

શિફૂજીએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊઠાવ્યા અને આ કેસમાં CBI તપાસની માગ કરી છે.

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home