GSRTC ની નવી પહેલ, 8 હજારથી વધુ બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ
GSRTC દ્વારા રાજ્યભરમાં 8 હજારથી વધુ બસો અને 125 બસ સ્ટેશનો પર QR-કોડ આધારિત ફીડબેક સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.
માર્ચથી જૂન 2026 દરમિયાન 3.13 લાખથી વધુ મુસાફરોના પ્રતિસાદના આધારે GSRTC એ ૫માંથી 4.7 સ્ટારનું સંતોષકારક રેટિંગ મેળવ્યું છે.
મુસાફરોએ સ્ટાફના વર્તન અને સુરક્ષાને 4.9 જ્યારે સ્વચ્છતા, આરામદાયક મુસાફરી અને સમયપાલનને 4.8 રેટિંગ આપી સંતોષ વ્યક્ત કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં, મુસાફરોની ફરિયાદો અને સૂચનો પર તાત્કાલિક ધોરણે સુધારાત્મક પગલાં લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ નવીન પહેલ દ્વારા GSRTC જાહેર પરિવહનને વધુ સુરક્ષિત, પારદર્શક અને મુસાફરમૈત્રીપૂર્ણ બનાવી ગુજરાતમાં શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે.