આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરાયું છે.
This browser does not support the video element.
3 ઓક્ટોબરે ફૉર્મ સ્વીકારવાની પ્રક્રિયા, 4 ઓક્ટો. મતદાન-મતગણતરી થશે.
આજે પાર્ટીનાં બંધારણ મુજબ મતદારોનાં નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
OBC ચહેરાને ભાજપના નવા અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ યાદીમાં સૌથી ઉપર મનાઈ રહ્યું છે.
ઉ.ગુજરાતમાંથી મયંક નાયક, BJP નેતા હર્ષદગીરી ગૌસ્વામીનું નામ પણ ચર્ચામાં છે.
પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે.
પૂર્વ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ, જૂના નેતા બાબુભાઈ જેબલિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
જો કે ભાજપ સરપ્રાઈઝ આપવા જાણીતો છે. આથી, નવું નામ આવે તેવું પણ બની શકે છે.