વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ Gujarat first એ રાજ્યભરમાં રિયાલિટી ચેક હાથ ધર્યું.
વિવિધ જિલ્લામાં બ્રિજોની સ્થિતિનો તાગ મેળવવા Gujarat first એ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યું.
ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે.
વેરાવળમાં હીરણ નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ ભુજ-મુન્દ્રા તરફ જતો જોખમી બ્રિજ બંધ કરાયો છે.
વલસાડ જિલ્લામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસરે તંત્રે કામગીરી હાથ ધરી છે.
વલસાડનાં વહીવટી તંત્રે નિરિક્ષણ કરી 5 બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લામાં કુલ 235 બ્રિજ પૈકી 175 માઇનોર, 65 મેજર બ્રિજ છે, જેમાંનાં 5 જર્જરિત જાહેર કર્યાં.
જામનગરને કચ્છથી જોડતા ધોરીમાર્ગ પર આવેલા બિસ્માર પુલની સમીક્ષા કરશે.