નવસારીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું વૃક્ષારોપણ 

નવસારીના આછવણી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો.

'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વડનું વૃક્ષ વાવી ગ્રામજનોને વૃક્ષોના જતન માટે પ્રેરિત કર્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, વાવેલા વૃક્ષનું જતન ન કરવું અને તેને સુકાવા દેવું એ ભ્રૂણહત્યા સમાન પાપ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પ્રકૃતિનું જતન એ જ જીવન છે અને આપણી સંસ્કૃતિના વિકાસનો મુખ્ય પાયો છે.

આ અભિયાન હેઠળ આછવણી ગામે 28 પ્રજાતિના 1600 વૃક્ષો વાવવામાં આવ્યા, જ્યારે સમગ્ર રાજ્યમાં 5.50 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home