છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 129 તાલુકામાં ધોધમાર વરસાદ
પગથિયાં ઉપર ઝરણાની જેમ પાણી વહેતા થયા છે
પંચમહાલના હાલોલમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
આટલા વરસાદી પાણીમાં પણ ભક્તોની અડગ શ્રદ્ધા જોવા મળી રહી છે
પાવગઢના ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે
તાપીના ડોલવણમાં 6.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
ડોલવણ ઉપરાંત વાલોડમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયો છે
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં 27 જેટલી સોસાયટીઓને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે
વરસાદી પાણીમાં સ્થાનિકો ફસાતા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે