ગુજરાતની હાઈટેક 'રણશાળા',અગરિયા બાળકોના શિક્ષણ માટે સરકારની નવી પહેલ
ગુજરાત સરકારે અગરિયા પરિવારોના બાળકોના શિક્ષણ માટે 'સ્કૂલ ઓન વ્હીલ્સ' એટલે કે 'રણશાળા'નો અભિનવ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
મીઠું પકવતા અને અંતરિયાળ રણ વિસ્તારોમાં સ્થળાંતર કરતા પરિવારોના 6 થી 14 વર્ષના બાળકોને અવિરત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.
GSRTCની નિવૃત્ત બસોને આધુનિક ક્લાસરૂમમાં ફેરવવામાં આવી છે, જે સોલર એનર્જીથી સંચાલિત છે અને સ્માર્ટ ટીવી જેવી સુવિધાઓથી સજ્જ છે.
આ બસોમાં માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે પુસ્તકાલય, રમતો અને આરોગ્ય તપાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
હાલમાં 28 વિશેષ ડિઝાઇન કરેલી બસો તૈયાર કરવામાં આવી છે, જે સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબીના અગરિયા વિસ્તારોમાં શિક્ષણ પહોંચાડશે.
આ રણશાળાનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.