આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાશે.

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર દ્વારા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાશે. 

પ્રાગટ્ય દિવસ પહેલા આજે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી. 

કેમ્પ હનુમાન મંદિરથી વાસણા વિસ્તારમાં આવેલા વાયુદેવ મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ. 

શોત્રાયાત્રામાં ટેબલો, ભજન મંડળી, ફોર-વ્હિકલ, ટુ-વ્હિકલ સાથે ભક્તો જોડાયા હતા.

આજે સાંજે 5 વાગ્યે શોભાયાત્રા વાયુદેવ મંદિરથી નીજ મંદિરે પરત ફરશે.

આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.  

આવતીકાલે સુંદરકાંડ પાઠ, ધ્વજા રોહણ, હનુમાનજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાશે.

હનુમાન દાદાને 151 કિલો બુંદીનાં લાડુ, 121 કિલોની દૂધની માવાની કેક ધરાવાશે, જે પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાશે. 

મંદિરમાં ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું છે. અંદાજે 15,000 થી વધારે ભક્તો પ્રસાદ લઈ શકે તે વ્યવસ્થા કરાઈ છે.

Ahmedabad Plane Crash : CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચ્યા, બચાવકાર્ય યથાવત

અમદાવાદમાં 200થી વધુ પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ

શાળાઓ શરુ થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં પાઠ્ય પુસ્તકની અછતથી વિદ્યાર્થીઓ પરેશાન

Gujaratfirst.com Home