ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
ગેરકાયદે રહેતા તમામ ઘુસણખોરોને સરેન્ડર કરવા હર્ષ સંઘવીની ચેતાવણી
રાજ્યમાં અત્યાર સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું
આ બેઠકમાં દક્ષિણ ઝોનના પોલીસ અધિકારીઓ સહિત સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં
સુરત શહેરમાં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં 132થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઈ
અમદાવાદમાં એક જ રાતમાં 400થી વધુ ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ