જૂનાગઢના હસનાપુર ડેમે ઈતિહાસ સર્જ્યો છે.

હસનાપુર ડેમ એશિયામાં વોટર ક્રેડિટ સર્ટિફિકેશન મેળવનાર પ્રથમ પ્રોજેક્ટ બન્યો છે.

વૈશ્વિક સંસ્થા 'યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી' દ્વારા સન્માનિય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

છેલ્લા 9 વર્ષની અવિરત જળસંચય પ્રવૃત્તિઓ થકી આ સફળતા હાંસલ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ દ્વારા કુલ 90 લાખ સર્ટિફાઇડ વોટર ક્રેડિટ એકત્ર કરવામાં આવ્યા છે.

વોટર ક્રેડિટના વેચાણથી પ્રોજેક્ટને અંદાજે 3.25 લાખ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે.

પ્રોજેક્ટ વાર્ષિક 10 લાખ લીટર પાણી બચાવીને જળસંચયનું આદર્શ મોડેલ પૂરું પાડે છે.

હસનાપુર ડેમનું શુદ્ધ પાણી જૂનાગઢના 4 મુખ્ય વિસ્તારોની તરસ છિપાવવામાં મહત્વનું છે.

ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટ દ્વારા આ પાણીને શુદ્ધ કરીને નાગરિકોને પીવા માટે પૂરું પાડવામાં આવે છે.

આ સિદ્ધિ પર્યાવરણ રક્ષા અને આર્થિક સ્વાયત્તતાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

PM મોદીએ સોશિયલ મીડિયા પર 'વિક્રમ-1'ના ફોટા શેર કરી સ્કાયરૂટની ટીમને પાઠવી શુભેચ્છા

Gujaratfirst.com Home