ઉનાળામાં માત્ર પાણી પીવું પૂરતું નથી. કાકડીમાં 95 થી 96 ટકા પાણી હોય છે.
USDA મુજબ, લગભગ 300 ગ્રામ (8 ઇંચ) ની એક મધ્યમ કાકડી ખાવાથી શરીરને આશરે 8.43 mg વિટામિન C મળે છે, જે સ્કિન અને ઈમ્યુનિટી માટે ગુણકારી છે.
કાકડી ડાયટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે. એક મધ્યમ કદની કાચી કાકડીમાંથી લગભગ 1.5 ગ્રામ ફાઈબર મળે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
કાકડીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનિજો હોય છે. આ ઉપરાંત તેમાં આયર્ન, ઝીંક અને કોપર પણ અલ્પ માત્રામાં જોવા મળે છે.
વિટામિન C ઉપરાંત, કાકડીમાં વિટામિન A (આલ્ફા-બીટા), વિટામિન K અને B-કોમ્પ્લેક્સના વિવિધ વિટામિન પણ સમાયેલા હોય છે.
ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાને કારણે, કાકડી વજન નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે, ત્વચામાં ચમક આવે છે અને ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે. તેથી તેને રોજિંદા આહારમાં ચોક્કસ સામેલ કરો.