કેરી સ્વાદિષ્ટ છે, પણ તેની સાથે અમુક વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.
કેરી અને દૂધ સાથે લેવાથી પાચન ધીમું પડે છે અને પેટમાં ભારેપણું લાગે છે.
સંતરા કે દ્રાક્ષ જેવા ખાટા ફળો કેરી સાથે ખાવાથી એસિડિટી થઈ શકે છે.
દહીં અને કેરી સાથે ખાવાથી શરીરમાં ઝેરી તત્વો (Toxins) પેદા થવાની શક્યતા રહે છે.
પુરી કે ભજિયા જેવા તળેલા ખોરાક સાથે કેરી ખાવાથી પાચનતંત્ર પર દબાણ વધે છે.
વધુ મરચાં કે મસાલાવાળા ખોરાક પછી કેરી ખાવાથી ચામડીની સમસ્યા કે ખંજવાળ આવી શકે છે.
કેરીને હંમેશા એકલી અથવા ભોજનના અડધા કલાક પહેલા કે પછી ખાવાનો આગ્રહ રાખો.