હીરલબા જાડેજાની છાતીમાં દુખાવો વધતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની કાકીની પોલીસ રિમાન્ડ દરમ્યાન તબિયત લથડી. આજે પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હિરલબાની પોલીસ રિમાન્ડ દરમિયાન તબિયત લથડતા પોલીસે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં ખેસેડયા હતા. હાલ તેઓ ઇમરજન્સી વોર્ડમાં તબીબી સારવાર હેઠળ છે. 

ગુજરાતના પોરબંદના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાની પત્ની અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે.

મૂળ પોરબંદર અને હાલ ઈઝરાયલમાં રહેતી એક મહિલાનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં લીલુ ઓડેદરા નામની આ મહિલાએ હીરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે. 

હિરલબા જાડેજાએ આપેલા પૈસાની ઉઘરાણી કરવા મામલે લીલુ ઓડેદરાના પતિ, પુત્ર અને પિતાનું અપહરણ કરી બંગલા પર ગોંધી રાખ્યા હતા. ત્રણેયને માનસિક ટોર્ચેર કરી માર મારવામાં આવ્યો હતો. 

પોલીસે હીરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાને ઝડપ્યા છે. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આ ઘટનાને લઈ વધુ ખુલાસા થશે..

હાલ તો હીરલબા જાડેજા હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા જોતા આગળની તપાસ હાથ ધરી છે. 

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home