છોડમાં થતી જીવાતથી પરેશાન છો? અપનાવો આ ઘરેલું ઉપાય
જો તમારા છોડના પાંદડા પર નાના જીવાતનો ઉપદ્રવ થયો હોય, તો તેને દૂર કરવા માટે રાખ એક ઉત્તમ અને કુદરતી ઉપાય છે.
લાકડાની રાખમાંથી બનાવેલું પાણી એક અસરકારક પ્રાકૃતિક કીટનાશક તરીકે કામ કરે છે.
આ ઘરેલું ઉપાય બનાવવા માટે 1 લિટર પાણીમાં 2 ચમચી લાકડાની રાખ ભેળવી તેને 24 કલાક માટે ઢાંકીને રાખો.
24 કલાક બાદ આ મિશ્રણને ગાળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરીને સવાર કે સાંજના સમયે છોડના પાંદડા પર તેનો છંટકાવ કરો.