જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાય છે.
ભાદો મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી જેવા પવિત્ર પ્રસંગે અનાજનું દાન કરવું અત્યંત શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિસરી ખુબ જ પસંદ છે, જન્માષ્ટમીના દિવસે માખણ અને મિસરીનું દાન કરશો તો ભગવાન પ્રસન્ન થશે.
જન્માષ્ટમીના પવિત્ર દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ફળો અને મીઠાઈનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
મોર પીંછું એ ભગવાન કૃષ્ણના મુગટને શણગારેલું પ્રતીક છે, મોર પીંછું દાન કરવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી રક્ષણ મળે છે.
નવા કપડાં અને પગરખાં કે જૂતાનું દાન કરવું એ પણ ખૂબ જ પુણ્યનું કામ છે
જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પર્વને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, ગોકુલાષ્ટમી, કૃષ્ણ અષ્ટમી અથવા શ્રી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે