પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારતની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને J&K, રાજસ્થાન, પંજાબનાં અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલો કર્યા છે.
પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ હુમલાને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ કર્યા છે.
દરમિયાન, ભારતીય સેનાએ બે પાકિસ્તાની ફાઇટર જેટ JF-17 પણ તોડી પાડ્યા છે.
2 JF-17 સિવાય, એક પાકિસ્તાની ફાઇટર જેટ F-16 ને પણ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા છે.
જણાવી દઈએ કે પાકિસ્તાનને આ JF-17 ફાઇટર જેટ ચીને આપ્યું છે.
પાકિસ્તાનની અવડચંડાઈનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યો છે.