સેશેલ્સમાં ભારતની 'મેડ ઇન ઇન્ડિયા' ગર્જના! PM મોદીએ આપી ઐતિહાસિક ભેટ
પીએમ મોદીએ સેશેલ્સની દરિયાઈ સુરક્ષા વધારવા માટે 'મેડ ઇન્ડિયા' ફાસ્ટ પેટ્રોલિંગ જહાજ PS લેસ્પાવર સોંપ્યું.
સુરક્ષાની સાથે જાહેર સેવા માટે 6 એમ્બ્યુલન્સ, 10 યુટિલિટી વાહનો અને 5 લેઝર રડાર બોટ પણ ભેટમાં આપી.
આ ભાગીદારી હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા વધારવા માટેના ભારતના 'મહાસાગર' વિઝનને અનુરૂપ છે.
વડાપ્રધાન મોદીએ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા.
કાર્યક્રમમાં ગુજરાતના કચ્છી લોકનૃત્ય અને સેશેલ્સના માઓત્યા નૃત્યની જુગલબંધીએ બંને દેશોના સાંસ્કૃતિક જોડાણને મજબૂત બનાવ્યું.