યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરના લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યોગને જીવન જીવવાની એક ઉત્તમ કળા ગણાવી, તેને સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિનો મુખ્ય આધાર ગણાવ્યો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભારતની આ પ્રાચીન વિદ્યાને આજે વિશ્વભરમાં સન્માન અને સ્વીકૃતિ મળી છે.

આજની તણાવભરી જીવનશૈલીમાં માનસિક શાંતિ અને નિરોગી શરીર માટે યોગાભ્યાસને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવાનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો.

કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ સહભાગી થઈને સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લીધો હતો.

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

PM મોદીએ સોશિયલ મીડિયા પર 'વિક્રમ-1'ના ફોટા શેર કરી સ્કાયરૂટની ટીમને પાઠવી શુભેચ્છા

Gujaratfirst.com Home