અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે.
પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે આ મહામુકાબલો રમાશે.
IPL 2025 ની ફાઇનલ મેચને જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેચ શરૂ થયાનાં કલાકો પહેલાથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોની ભારે ભીડ જોવા મળી છે.
સ્ટેડિયમ બહાર RCB નાં ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડતા જાણે 'લાલ સાગર' હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
પોતાની ટીમને સપોર્ટ કરવા માટે ચાહકો વિવિધ બેનરો અને ફ્લેગ સાથે આવ્યા છે.
મેચ શરૂ થાય તે પહેલા ક્લોઝિંગ સેરેમની થશે, જે માટે સ્ટેડિયમ સિંદુર કલરની લાઇટ મૂકાઈ છે.
ટ્રાફિકને પહોંચી વળવા પોલીસે ખાસ તૈયાર કરી છે. સ્ટેડિયમ જવા કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયું છે.