ઇસ્કોન ભાડજ દ્વારા રથયાત્રાનું આયોજન: ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું ભાડજ
સમગ્ર ગુજરાતના 18 સ્થળોએ રથયાત્રાનું આયોજન, જેનો ઉદ્દેશ્ય ભગવાનના આશીર્વાદ દરેક ઘર સુધી પહોંચાડવાનો છે.
ભાડજ નજીકના રહેણાંક વિસ્તારોમાં ભગવાનના આગમનથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
'હરે કૃષ્ણ' મહામંત્રના ગુંજારવ અને પવિત્ર સંકીર્તનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
સ્થાનિક નાગરિકોએ રથ ખેંચવાનો અને ભગવાનના દિવ્ય દર્શનનો સુવર્ણ અવસર પ્રાપ્ત કર્યો
શાંતિ, કરુણા અને વિશ્વબંધુત્વનો સંદેશ ફેલાવતી આ રથયાત્રામાં સૌએ પ્રસાદનો લાભ લીધો