ઉનાળો શરૂથતા જ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં
મહાનગર પાલિકા દ્વારા સરકારી જીજી હોસ્પિટલનાં રસોડામાં ચેકીંગ હાથ ધરી દર્દીઓને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા ચકાસી
તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિલટમાંથી ઘી, ગોળ અને દાળ સહિતની ચીજ વસ્તુઓના 10 જેટલા સેમ્પલ પણ લેવામાં આવ્યા
આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાંથી લીધેલ 10 જેટલા નમૂનાને બરોડા લેબમાં મોકલવામાં આવ્યા.
તેમજ આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ રેસ્ટોરન્ટ, હોટેલમાં દૂધમાંથી બનતી તમામ ચીજ વસ્તુનાં સેમ્પલ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગ્રમહકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે શહેરની વિવિધ રેસ્ટોરન્ટ, હોટેલમાંથી પનીરના 12 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગનાં ફ્રૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટર ડી.બી. પરમારે જણાવ્યું હતું કે હોસ્પિટલ, હોટલ તેમજ રેસ્ટોરન્ટમાંથી લીધેલ તમામ નમૂનાને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.