જામનગરમાં આજે 'ઓપરેશન સિંદૂર' નાં વધામણાં કરવા માટે 'સિંદૂર યાત્રા' યોજાઈ હતી.
ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાનીમાં આ 'સિંદૂર યાત્રા' નું આયોજન કરાયું હતું.
પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલ આ યાત્રા ડીકેવી સર્કલ સુધી યોજાઈ હતી.
દેશભક્તિનાં સૂરોની સાથે મહિલાઓ-યુવતીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈ હતી.
તમામ મહિલાઓ અને યુવતીઓ હાથમાં રાટ્રધ્વજ અને બેનરો લઈ યાત્રામાં જોડાઈ હતી.
'સિંદૂર યાત્રા' દરમિયાન દેશભક્તિનાં રંગે રંગાતા શહેરમાં દેશપ્રેમનો માહોલ છવાયો હતો.
'ઓપરેશન સિંદૂર' અંગે રીવાબાએ કહ્યું, મા ભારતીની રક્ષા માટે દેશ હંમેશાં તૈયાર છે, જવાનોને સલામ છે.