જુહી ચાવલાથી લઈને અસીન...આ છે તેમના બિઝનેસમેન પતિ, એક તો છે જાણીતી બાઈક કંપનીના માલિક
અભિનેત્રી જુહી ચાવલાએ વર્ષ 1995માં ધ મહેતા ગ્રુપના ચેરમેન જય મહેતા સાથે લગ્ન કર્યા. જેમની નેટવર્થ લગભગ રૂપિયા 2400 કરોડની આસપાસ છે. તેઓ શાહરૂખ ખાન સાથે IPL ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સના કો -ઓનર પણ છે
અસીને 2016માં માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર અને ભારતની પ્રથમ AI બેઝડ ઇલેક્ટ્રોનિક બાઈક મેકર રિવોલ્ટ ઇંટેલીકોર્પના માલિક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. રાહુલની સંપત્તિ 1300 કરોડની આસપાસ છે.
રવીના ટંડને 2004માં નોન-સ્ટુડિયો ડિસ્ટ્રીબ્યુશન કંપની AA ફિલ્મ્સના ફાઉન્ડર અનિલ થડાની સાથે લગ્ન કર્યા. AA ફિલ્મ્સે 450 કરોડના ખર્ચે ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સના ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ મેળવ્યા છે
વર્ષ 2012માં વિદ્યાબાલનના લગ્ન સિદ્ધાર્થ રોય કપૂર સાથે થયા. ડિઝની ઇન્ડિયામાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યા બાદ સિદ્ધાર્થ રોય કપૂરે પોતાના પ્રોડક્શન હાઉસ રોય કપૂર ફિલ્મ્સની સ્થાપના કરી
સોનમ કપૂરે વર્ષ 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. ક્લોથિંગ બ્રાન્ડ ભાને અને સ્નીકર સ્ટોર VegNonVegના કો-ફાઉન્ડર આનંદ આહુજાની નેટવર્થ રૂપિયા 4000 કરોડની આસપાસ હોવાનું અનુમાન છે
વર્ષ 2021માં દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. વૈભવ પિરામલ ફંડ મેનેજમેન્ટમાં પાર્ટનર છે. જે પિરામલ ગ્રુપના નાણાકીય સેવા વિભાગમાં પૂરતા ફંડને મેનેજ કરે છે