ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશની અનેક જગ્યાએ બ્લેકઆઉટની જાહેરાત કરાઈ છે.
આગામી દિવસોમાં ઘણી જગ્યાએ આ બ્લેકઆઉટનો સમયગાળો લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.
આવી સ્થિતિમાં, એ મહત્વનું છે કે આપણી પાસે બ્લેકઆઉટમાં ઉપયોગી ગેજેટ્સ હોવા જરૂરી છે.
સોલાર ચાર્જિંગ લેમ્પ અથવા USB બલ્બ
બ્લેકઆઉટ દરમિયાન એક નાનો સોલાર ચાર્જિંગ લેમ્પ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. મંદ પ્રકાશ માટે ઉપયોગ કરી શકાય છે.
સોલાર ચાર્જિંગ Power Bank
આ Blackout દરમિયાન તમારા અન્ય ગેજેટ્સને ચાર્જ રાખવામાં મદદ કરી શકે છે.
પોકેટ Wi-Fi
આના બે ફાયદા છે, એક ઘરના લોકો એક Wi-Fi નો ઉપયોગ કરી ઇન્ટરનેટ યુઝ કરી શકશે. બીજું, ફોનની બેટરી ઓછી વાપરે છે.
પોકેટ FM
બ્લેકઆઉટ દરમિયાન તમે સરકાર પાસેથી સીધી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી શકશો.
રિચાર્જેબલ મીની FAN
આનાથી ખાતરી થશે કે જ્યાં સુધી બ્લેકઆઉટ સમાપ્ત ન થાય ત્યાં સુધી તમારે ગરમીમાં તકલીફ ન ભોગવવી પડે.
First Aid Kits
ફર્સ્ટ એઇડ કીટ અથવા તબીબી કીટ બ્લેકઆઉટ સમયે કોઈ પણ સ્વાસ્થ્ય ઇમરજન્સીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.