વારંવાર ઝાડુ-પોછાથી કંટાળ્યા છો ? અપનાવો આ જાપાનીઝ ટિપસ
દિવસભર વારંવાર ઝાડુ અને પોછાકરવા છતાં થોડા જ કલાકમાં ઘરના ફ્લોર પર ફરીથી ધૂળ-માટી જામી જાય છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જાપાનના લોકોની એક નાની અને સરળ આદત ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
જાપાની લોકો ઘરની અંદર બહારના જૂતા પહેરીને જતા નથી, પરંતુ ઘરના દરવાજા પર જ જૂતા ઉતારીને અંદર અલગ ચંપલ પહેરે છે.
બહારથી જૂતા દ્વારા આવતી ગંદકી અને માટીને ઘરની અંદર પ્રવેશતા અટકાવવાથી ફ્લોર લાંબા સમય સુધી સાફ રહે છે.
તમે નિયમિત થોડી થોડી સફાઈ કરવાથી તમારુ ઘર વધારે ગંદુ થતું નથી.