ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે આજે એક મોટી દુર્ઘટના ઘટી છે.
કનીજ ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં નાહવા ગયેલી બાળકીઓ ડૂબી હતી.
ગરમીમાં બપોરનાં સમયે 5 બાળકીઓ નહાવા ગઈ હોવાનાં પ્રાથમિક અનુમાન છે.
5 પૈકી 2 દીકરીનું મોત નીપજ્યું છે. બાળકીઓનાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
મામલતદાર, સ્થાનિક પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.
અન્ય બાળકીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વ્હાલી દીકરીઓને ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.