હિમાચલ પ્રદેશનું કિન્નૌર ગામ પર્યટન સાથે એક પ્રથા માટે પણ પ્રખ્યાત છે
આ ગામમાં મહિલાઓનું ખૂબ સન્માન કરવામાં આવતું હોય છે
હિમાચલ પ્રદેશના કિન્નોર સમુદાયમાં મહિલાઓ જ પરિવારની વડા બને છે
આ ગામમાં એક મહિલાને એકથી વધારે પતિ હોય છે, એટલે અહીં બહુપતિત્વ પ્રથા પ્રચલિત છે
જો કોઈ ભાઈ કન્યા સાથે રૂમમાં હોય તો તે રૂમની બહાર દરવાજા પર તેની ટોપી મૂકે છે
જો કોઈ ભાઈ રૂમ તરફ આવે તો તે ટોપી જોઈને પાછો જાય છે અને રૂમમાં પ્રવેશતો નથી
કિન્નૌર ગામનીઆ બહુપતિત્વ પ્રથાને પાંડવોના સમયથી પણ પ્રાચીન માનવામાં આવે છે
બાળકો તેમના કાનૂની પિતાને પિતા તરીકે અને તેમના અન્ય ભાઈઓને મધ્યમ પિતા અને નાના પિતા વગેરે તરીકે બોલાવે છે
જો લગ્ન પછી પતિમાંથી કોઈ એકનું મૃત્યુ થાય છે, તો સ્ત્રીઓને શોક કરવાની મંજૂરી નથી