કોલ્ડ વોલેટ શું છે? જાણો કે તે હેકર્સ સામે કેવી રીતે આપે છે રક્ષણ
કોલ્ડ વૉલેટ એ ક્રિપ્ટોકરન્સી સ્ટોર કરવા માટેનું એક એવું ડિવાઇસ કે માધ્યમ છે, જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતું નથી.
આ વૉલેટ યુઝરની પ્રાઇવેટ કી અને ડિજિટલ એસેટ્સને ઓનલાઇન જોખમોથી બચાવવા માટે સંપૂર્ણપણે સેફ રાખે છે.
ઇન્ટરનેટ સાથે કનેક્શન ન હોવાને કારણે તેને હેક કરવું કે રિમોટલી એક્સેસ કરવું હેકર્સ માટે અશક્ય બની જાય છે.
કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ફિઝિકલ ડિવાઇસ દ્વારા જ તેને વેરિફાય કે સાઇન કરવામાં આવે છે, જેથી ડેટા સુરક્ષિત રહે છે.
મોટા પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી અથવા લાંબા સમય સુધી સુરક્ષિત રોકાણ કરવા માટે આ સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.