અવારનવાર સિનેમા અને થિયેટરના કલાકારો માટે 'લાઇમલાઇટ' શબ્દનો ઉપયોગ કરીએ છીએ.
શબ્દનો ઇતિહાસ 19મી સદીની સ્ટેજ લાઇટિંગ (Lighting) સાથે જોડાયેલો છે.
1820ના દાયકામાં બ્રિટિશ સંશોધક ગોલ્ડ્સવર્દી ગર્નીએ આ ટેકનોલોજીની શોધ કરી હતી.
ગર્નીએ એક એવો બ્લો-પાઈપ બનાવ્યો જે હાઈડ્રોજન અને ઓક્સિજનને બાળીને અત્યંત ગરમ જ્વાળાઓ પેદા કરતો હતો.
જ્યારે આ જ્વાળાઓમાં 'ક્વિકલાઇમ' (ચૂનો) બાળવામાં આવ્યો, ત્યારે તેમાંથી ખૂબ જ તેજસ્વી સફેદ પ્રકાશ ઉત્પન્ન થયો.
આ તેજસ્વી પ્રકાશને 'લાઇમલાઇટ' કહેવાયો અને તેનો ઉપયોગ થિયેટરમાં 'સ્પોટલાઇટ' તરીકે થવા લાગ્યો, હવે સામાન્ય બોલચાલમાં પ્રચલિત થયો.