દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે.
રક્ષામંત્રીએ ભુજ એરબેઝ ખાતે એરફોર્સ, BSF, આર્મી અધિકારી, જવાનો સાથે મુલાકાત કરી હતી.
રાજનાથસિંહે કહ્યું કે, 'ભારતની સીમાઓ તમારી મજબૂત ભુજાઓથી સુરક્ષિત છે'
તેમણે સેનાને કહ્યું કે, 'પાકિસ્તાનને રાતના અંધારામાં દિવસનું અજવાળું દેખાડી દીધું'
રક્ષામંત્રી રાજનાથસિંહે એવું પણ કહ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' તો હજું ટ્રેલર છે...!'
તેમણે કહ્યું કે, ભારતના બ્રહ્મોસે મધરાતે પાકિસ્તાનમાં સૂર્યોદય કર્યો હતો.
બ્રહ્મોસ મિસાઈલની 'ઓપરેશન સિંદૂર' માં મહત્ત્વની ભૂમિકા રહી છે.
રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજિયા ડુંગરની તળેટીની મુલાકાત પણ લીધી હતી.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે 'સ્મૃતિવન' Earthquake Museum ની મુલાકાત લીધી.