ભારતમાં સેલિંગ સ્કેલ પર પહેલાથી દસમા ક્રમ સુધી રહેલ ટોપ 10 કાર્સ વિશે જાણો
મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર મે મહિનામાં સૌથી વધુ વેચાતી કાર બની છે. રુપિયા 6.84 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત સાથે ડિઝાયરના કુલ 18,084 યુનિટ વેચાયા હતા.
મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી 7-સીટર કાર અર્ટિગા મે મહિનામાં દેશમાં બીજી સૌથી વધુ વેચાતી કાર બની છે. દેશમાં કુલ 16,140 ગ્રાહકોએ તેને ખરીદી છે.
ગયા મહિને મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ SUV બ્રેઝા 3જા નંબરની સૌથી વધુ વેચાતી કાર બની છે. કુલ 15,566 ગ્રાહકોએ તેને ખરીદી છે.
મે-2025માં હ્યુન્ડાઈ ક્રેટા માટે સારો ન રહ્યો. માર્ચ-એપ્રિલ એમ સતત 2 મહિના સુધી આ કારે ટોપનું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે મે મહિનામાં ક્રેટા ચોથા સ્થાને સરકી ગઈ છે.
મહિન્દ્રા સ્કોર્પિયો SUV નું ભારતમાં બમ્પર વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે, આ મધ્યમ કદની SUV મે મહિનામાં પણ ટોચના 5 માં સ્થાન મેળવવામાં સફળ રહી છે.
મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટના વેચાણમાં મે મહિનામાં વાર્ષિક ધોરણે 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર દેશમાં કુલ 14,135 ગ્રાહકોએ આ કાર ખરીદી છે.
મારુતિની સૌથી લોકપ્રિય ફેમિલી કાર વેગનઆરના મે મહિનામાં 13,949 યુનિટ વેચાયા છે. આ સંખ્યા વાર્ષિક ધોરણે 4 ટકાનો ઘટાડો દર્શાવે છે. જો કે એપ્રિલ 2025 કરતા તેનું સ્થાન ઉપર આવ્યું છે.
મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ મે મહિનામાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં 8મા સ્થાને રહી છે. દેશભરમાં કુલ 13,584 ગ્રાહકોએ આ કાર ખરીદી છે.
મે-2025માં ટાટા પંચ ટોપ-10માં વાપસી થઈ છે. આ કોમ્પેક્ટ SUV 9મી સૌથી વધુ વેચાતી પેસેન્જર કાર બની છે. પંચને 13,133 ગ્રાહકોએ ખરીદી છે.
ટાટા નેક્સોન મે મહિનામાં સૌથી વધુ વેચાતી કારમાં 10મા ક્રમે રહી છે. સમગ્ર દેશમાં કુલ 13,096 ગ્રાહકોએ નેક્સન પસંદ કરી છે.