આ વર્ષે મહાશિવરાત્રીની તારીખ છે 26 ફેબ્રુઆરી 2025
મહાશિવરાત્રીના દિવસે 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ, આ મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે
શિવપુરાણ અનુસાર 'ઓમ નમઃ શિવાય' ભગવાન શિવનો પ્રિય મંત્ર છે અને આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે
માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે 108 વાર 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરવાથી ભોલેનાથની કૃપા વરસે છે અને જીવન સુખી રહે છે
આ સિવાય મહાશિવરાત્રીના દિવસે 'ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ' અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રો ભગવાન શિવ સુધી તમારી બધી મનોકામનાઓ પહોંચાડશે
એવું માનવામાં આવે છે કે, જે લોકો મહાશિવરાત્રિ પર 'ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્' મંત્રનો જાપ કરે છે, તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે છે
આ તમામ જાણકારી ધાર્મિક માન્યતાઓ અનુસાર આપી છે. પૂજા પદ્ધતિ વિષે વધુ માહિતી જ્યોતિષ અથવા કોઈ જાણકાર પાસેથી મેળવી શકો છો